રવિવાર, 27 ઓક્ટોબરે દેવી લક્ષ્મીજીની પૂજાનો મહાપર્વ દિવાળી છે. આ વર્ષે દિવાળીએ તિથિ સાથે સંબંધિત થોડાં વિશેષ યોગ બની રહ્યા છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે જાણો દિવાળી સાથે જોડાયેલી ખાસ વાતો….
27 ઓક્ટોબરે સવારે ચૌદશ અને સાંજે અમાસ રહેશેઃ-
રવિવાર, 27 ઓક્ટોબરે સવારે ચૌદશ તિથિ રહેશે અને સાંજે અમાસ રહેશે. આ કારણે રવિવારે જ લક્ષ્મી પૂજા કરવામાં આવશે. પં. શર્મા પ્રમાણે દેવી લક્ષ્મીજીની પૂજા માટે રાતનો સમય શ્રેષ્ઠ રહે છે. આ કારણે મોટાભાગના લોકો મોડી રાતે લક્ષ્મી પૂજા કરે છે. જે લોકો દિવાળીની રાતે જાગીને લક્ષ્મી પૂજા કરે છે, તેમના ઘરમાં લક્ષ્મીજીનું આગમન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.
શુક્રવાર, 25 ઓક્ટોબરે સવારે તેરસ તિથિ અને સાંજે ધનતેરસ રહેશે. પંચાંગ ભેદ પ્રમાણે 26 ઓક્ટોબરે કાળી ચૌદશ રહેશે. 27 ઓક્ટોબરે પણ સવારે કાળી ચૌદશ રહેશે અને અમાસ રાતે હોવાથી દિવાળી 27 તારીખે જ ઉજવવામાં આવશે. જે લોકો અમાસ તિથિએ પિતૃઓ માટે શ્રાદ્ધ કરવા માંગે છે, તેમણે સોમવારે 28 ઓક્ટોબરની સવારે શ્રાદ્ધ કર્મ કરવું જોઇએ. શ્રાદ્ધ કર્મ માટે સવારનો સમય શ્રેષ્ઠ રહે છે અને 28 ઓક્ટોબરે સવારે અમાસ તિથિ રહેશે.
સમુદ્ર મંથનમાંથી દેવી લક્ષ્મીજી પ્રકટ થયા હતાંઃ-
માન્યતા પ્રમાણે, પ્રાચીન કાળમાં દેવતાઓ અને દાનવોએ મળીને સમુદ્ર મંથન કર્યું હતું. આ મંથનમાં જ આસો મહિનાની અમાસ તિથિએ દેવી લક્ષ્મીજી પ્રકટ થયાં હતાં. ત્યાર બાદ ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીનું વરણ કર્યું હતું. એટલાં માટે દર વર્ષે આસો મહિનાની અમાસના દિવસે લક્ષ્મી પૂજન કરવામાં આવે છે. સમુદ્ર મંથનથી દેવતાઓના વૈદ્ય ભગવાન ધનવંતરિ પણ પ્રકટ થયાં હતાં. તેની પૂજા ધનતેરસના દિવસે કરવામાં આવે છે.