29 વર્ષમાં કાશ્મીરમાંથી 22,557 આતંકીઓનો સફાયો

ગમે તેવા પડકારને પહોચી વળવા છે સજ્જ

નવી દિલ્હી, તા. 10 ડિસેમ્બર 2019, બ્રેકીંગ ન્યુઝ ગુજરાત

હાલમાં ધરતીનુ સ્વર્ગ શાંત છે અને દેશના જવાનોની સતર્કતાના કારણે કોઈ મોટો હુમલો જમ્મુ કાશ્મીરમાં થયો નથી. હાલમાં જમ્મુ કાશ્મીરમાંથી છેલ્લા 29 વર્ષોમાં 22 હજારથી વધારે આતંકીઓનો સફાયો થઈ ગયો હોવાની વાત અને આંકડા કેન્દ્રીય રાજ્ય ગૃહમંત્રી જી કિશન રેડ્ડીએ લોકસભામાં આપ્યા છે.

વર્ષ 1990 થી લઈને 1 ડિલસેમ્બર 2019 સુધીમાં કાશ્મીરમાં 22,557 આતંકીઓને મારી દેવામાં આવ્યા છે. જયારે LoCમાં ઘુસણખોરીના પ્રયાસ દરમિયાન 2005થી 31 ઓક્ટોબર 2019 સુધી 1011 આતંકી માર્યા ગયા હતા જયારે 42 આતંકીની ધરપકડ કરાઈ હતી
ગૃહ રાજ્યમંત્રીએ પાક તરફી ઈશારો કરતાં કહ્યું હતુ કે જમ્મુ કાશ્મીરમાં કંટ્રોલ લાઈન પર આતંકવાદીઓ દ્વારા કરાતી ઘુસણખોરીના સરહદ પારથી થઈ રહી છે ચાલુ વરસે ઓગસ્ટ 2019 બાદથી નિયંત્રણ રેખા પર સીમા પારથી ઘુસણખોરીના 84 પ્રયાસ કરાયા છે જેમાં 60 આતંકવાદીઓ ઘુસ્યા હોવાની આશંકા છે. ઘુસણખોરીના પ્રયાસ જમ્મુ કાશ્મીર હિંસા પેદા કરવા અને મુદ્દાને આંતરરાષ્ટ્રીયકર કરવા તથા ઘાટીમાં થતાં આતંકવાદને વધારવાના હેતુથી એક પ્રોક્સી વોરના એજન્ડાનો ભાગ છે. જો કે ભારતીય સેના દરેક પડકારને પહોચી વળવા સક્ષમ અને સુસજ્જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *