ચીનના હુનાન પ્રાંતમાં અનેક વાહનોની અથડામણમાં 16 લોકોએ જીવ ગુમાવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે હુનાનમાં એક સાથે અનેક વાહનોની ટક્કરથી આ દુર્ઘટના બની હતી.
રિપોર્ટ અનુસાર, હુનાન પ્રાંતના ચાંગશાખા શહેરમાં શુચાંગ-ગુઆંગઝૂ હાઇવે પર શનિવારે સાંજે 10 મિનિટમાં 49 વાહનો અથડાયા હતા. અહેવાલમાં સ્થાનિક ટ્રાફિક પોલીસ વિભાગના હવાલાથી કહેવામાં આવ્યું છે કે આ અકસ્માતમાં 16 લોકોના મોત થયા છે અને 66 લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે, જેમાંથી આઠ ગંભીર રીતે ઘાયલ છે પરંતુ તેમની હાલત સ્થિર છે.
ઇમરજન્સી મેનેજમેન્ટ મંત્રાલયે અકસ્માતનો સામનો કરવા માટે એક ટાસ્ક ફોર્સને ઘટનાસ્થળે રવાના કરી છે, અહેવાલમાં જણાવાયું છે કે ઘટનાની તપાસ અને ત્યારપછીના વિકાસ હજુ પણ ચાલુ છે.