5 દિવસથી જેલમાં રહેલા અર્નબ ગોસ્વામીને જામીન

રિપબ્લિક ટીવીના એડિટર-ઈન ચીફ અર્નબ ગોસ્વામીને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે.

અર્નબ ગોસ્વામીએ હાઈકોર્ટે જામીન અરજી નકારવાના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આ વિશે બુધવારે જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ ઈન્દિરા બેનરજીની બેન્ચે સુનાવણી કરી હતી. કોર્ટે ઉદ્ધવ સરકારની ઝાટકણી કરતાં કહ્યું હતું કે, જો રાજ્ય સરકાર કોઈ વ્યક્તિને ટાર્ગેટ કરે છે તો તેઓ સમજી લે કે અમે તે લોકોની સુરક્ષા કરીશું. મુંબઈ હાઈકોર્ટે રિપબ્લિક ટીવીના એડિટર-ઇન-ચીફ અર્નબ ગોસ્વામીને જામીન આપવાનો ઇનકાર કરી દીધો છે. મુંબઈ હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે અર્નબ જામીન માટે સેશન્સ કોર્ટમાં જઈ શકે છે. આ માટે તેણે નિયત સમયમાં અપીલ કરવી પડશે. એક ડિઝાઇનર અને તેની માતાને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાના આરોપમાં અર્નબની મુંબઈ પોલીસે નવેમ્બર 4ના રોજ ધરપકડ કરી હતી. રાયગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટે અર્નબને 18 નવેમ્બર સુધીમાં ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા હતા ત્યાર બાદ તેને શનિવારની રાત સુધી અલીબાગની એક શાળામાં ક્વોરન્ટીન સેન્ટર માં રાખવામાં આવ્યા હતા . મુંબઈ પોલીસે કહ્યું હતું કે જ્યુડિશિયલ કસ્ટડીમાં હોવા છતાં અર્નબ મોબાઇલ ફોનનો ઉપયોગ કરી રહ્યા હતા અને ન્યાયિક કસ્ટડી હોવા છતાં સોશિયલ મીડિયા પર સક્રિય હતો. આ કેસમાં પણ જેલ પ્રશાસનનો જવાબ માંગવામાં આવ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *