દેશમાં સતત મોઘવારી વધી રહી છે અને ખાસ કરીને જીવન જરુરુિયાતની ચીજ વસ્તુમાં ભાવ વધારો થઈ રહ્યો છે પહેલા ડુંગળીના ભાવ આસમાને પહોચ્યા બાદ તેલનો વારો આવ્યો હતો જેમા ડબ્બા દીઠ 20 થી 40 વધી ગયા છે ત્યારે હવે અમુલે લીટર દીઠ 2રુપિયાનો વધારો કરી દીધો છે જેને લઈને મધ્યમ વર્ગ પર મોટો બોજો આવી ગયો છે અમૂલે અગાઉ ચાલુ વર્ષના મે મહિનામાં પણ પ્રતિ લિટર રૂ.2નો વધારો કર્યો હતો. દુધમાં ભાવ વધારા પાછળ બિયારણ તેમજ ઘાસચારાના ભાવમાં વધારો છે ખેડૂતોને પણ વધુ વળતર મળી રહે તે માટે આ ભાવ વધારો કરવાનો હવે જનતાના માથે નાંખવામાં આવ્યો છે. આ ભાવ વધારા સાથે દિલ્હીની મધર ડેરીએ પણ દૂધમાં લિટરે 3 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. દિલ્હી અને NCR, પશ્ચિમ બંગાળ અને મુંબઈમાં પણ ભાવ વધારો થયો છે
અમદાવાદ માર્કેટમાં અમૂલ ગોલ્ડના 500 મી.લી.પાઉચનો નવો ભાવ રૂ. 28 અને અમૂલ તાજા 500 મી.લી. પાઉચનો ભાવ રૂ. 22 થશે. અમૂલ દ્વારા અમૂલ શક્તિના ભાવમાં કોઈ પણ પ્રકારનો ભાવ વધારો કરાયો નથી 500 મી.લી. પાઉચના રૂ. 25 યથાવત છે.
જીસીએમએમએફના જણાવ્યા પ્રમાણે અમૂલ દ્વારા દૂધના ભાવમાં પાછલા 3 વર્ષમાં આ માત્ર બીજો ભાવ વધારો કરવામાં આવેલ છે. પાછલાં 3 વર્ષમાં અમૂલ દ્વારા દૂધની વેચાણ કિમતમાં માત્ર રૂા.4 પ્રતિલિટરનો ભાવ વધારો કરાયો છે જે વધારો વર્ષે 3 ટકાથી પણ ઓછો છે અને તે ફુગાવાના દર કરતાં પણ ઓછો છે. આ વર્ષે પશુદાણના ભાવમાં ગત વર્ષની સરખામણીએ 35ટકા નો વધારો થયેલ છે જેથી દૂધ ઉત્પાદન ખર્ચ વધ્યો છે.