ભારતીય ઇતિહાસને રૂપેરી પરદે રજુ કરવામાં અનેક ફિલ્મો કોર્ટમાં જઈ ચુકી છે જેમાં વધુ એક ફિલ્મ તાનાજીનો ઉમેરો થયો છે. સંજય ભણશાળીની પદમાવત બાદ બીજી ફિલ્મ તાનાજી સામે હવે હાઈકોર્ટમાં અરજી કરીને ફિલ્મ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે અજય દેવગન આ ફિલ્મમાં તાનાજીના રોલમાં છે. ‘તાન્હાજી: ધ અનસંગ વોરિયર’ સામે અખિલ ભારતીય ક્ષત્રિય કોળી રાજપૂત સંઘે દિલ્હી હાઇકોર્ટમાં ફિલ્મ વિરુદ્ધ યાચિકા દાખલ કરીને કહ્યુ છે કે ફિલ્મમાં ઇતિહાસ સાથે છેડછાડ કરાઈ છે. ડિરેક્ટર ઓમ રાઉતે ફિલ્મમાં તાન્હાજીના અસલી વંશને દેખાડ્યો નથી સાથોસાથ સેન્સર બોર્ડને અપીલ કરી છે કે ફિલ્મને સર્ટિફિકેટ ન આપો. હવે 19 ડિસેમ્બરના રોજ સુનાવણી થશે. આખી ફિલ્મ તાનાજીના જીવન પર બનાવાઈ છે ફિલ્મ પુણે પાસે આવેલા સિંહગઢ કિલ્લાના વિજય પર આધારિત છે. જ્યાં તાન્હાજી માલાસુરેની સમાધિ છે અને સમાધિ પર જે મૂર્તિ છે તેની નીચે પણ નામ તાનાજી નહીં આખું નામ નરવીર સુબેદાર તાન્હાજી રાવ માલાસુરે લખેલું છે. ઉલ્લેખનીય છે કે સંઘ દ્રારા દાવો કરાયો છે કે ફિલ્મમાં તાન્હાજીને મરાઠા કમ્યુનિટીના બતાવાયા છે જ્યારે તેમનો અસલી વંશ ક્ષત્રિય મહાદેવ કોળી હતો. ફિલ્મમાં અજય દેવગન તાનાજીનો રોલ અને સૈફ અલી ખાન ઉદયવાનના રોલમાં છે ફિલ્મમાં બાહુબલીની જેમ જંગી તામજામ સાથે બનાવાઈ છે. ફિલ્મમાં સ્પેશ્યલ ઈફેક્ટનો મોટો ઉપયોગ કરાયો છે.
વરસો બાદ અજય દેવગન અને કાજોલ સાથે કામ કરી રહ્યાં છે ફિલ્મમાં કેટલાક ગીતો બાજીરાવ મસ્તાનીની યાદ અપાવી જશે જયારે યુધ્ધના એકશન સીન પદમાવત અને બાહુબલી જેવા જ ફિલ્માવવામાં આવ્યા છે