હિમાચલની વાદીઓમાં માઈનસ ડીગ્રીની વચ્ચે બીગ બી શુટિંગ કરી રહ્યા છે કડકડતી ઠંડીમાં પણ તેમનો જુસ્સો આજે પણ 25 વરસના યુવાન જેવો છે લોંગ કોટ , કેપ, જેકેટની સાથે બરફના પહાડોમાં બ્રહમાસ્ત્રનુ શુટીંગમાં વ્યસ્ત છે. હાડ ગાળતી ઠંડીની વચ્ચે પણ ટવીટર પર પોતાના અનુભવ શેર કરીને પોતાના ફેન્સને પ્રોત્સાહિત કરી રહ્યાં છે. આ ફિલ્મમાં બીગ બીની સાથે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પણ છે
છેલ્લા 6 વરસથી આ ફિલ્મનુ શુટીંગ ધીરે ધીરે આગળ ધપી રહ્યુ છે ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મ ટ્રાયોલોજી આધારિત છે જે ઇતિહાસ અને વર્તમાનને જોડતો સમય છે આ ફિલ્મની કહાની પર ડાયરેકટર અને લેખક અયાન મુખર્જી એ ૬ વર્ષથી વધુ સમય લગાડ્યો છે.
આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની સાથે તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મેગા સ્ટાર નાગાર્જુન પણ જોવા મળશે. ફિલ્મ મોટા બજેટ સાથે બની છે ત્યારે આ ફિલ્મની સરખામણી બાહુબલી સાથે થશે તે નિશ્ચિત છે કારણકે બૉલીવુડ તરફથી આ કક્ષાની ફિલ્મ બનાવવાનો આ પહેલો પ્રયાસ ગણાવવામાં આવી રહ્યો છે. કેટલાક રિપોટ્ર્સ અનુસાર ‘બ્રહ્માસ્ત્ર’નો પ્લોટ માર્વેલની ‘એવેન્જર્સ’થી ઇન્સ્પાયર્ડ છે. આ હિન્દી ફિલ્મમાં એક પ્રાચીન શસ્ત્રની વાત છે. જેને તોડવામાં આવે છે અને દેવભૂમિની જુદી-જુદી જગ્યાઓએ એના ભાગ છુપાવવામાં આવે છે. પહેલાં પાર્ટમાં રજૂ કરાશે કે કેવી રીતે શિવા પોતાની અંદર એક આગ પ્રજ્વલિત કરે છે. જેના પછી બ્રહ્માસ્ત્ર નામના શસ્ત્રની શોધમાં શિવા નીકળી પડે છે. આ ફિલ્મમાં મૌની રોય નેગેટિવ શેડમાં જોવા મળશે. બાહુબલિની જેમ શુટીંગ લોકેશનમાં કોઈ કચાશ રાખવામાં આવી નથી. 5 થી વધુ રાજયમાં આ ફિલ્મનુ શુટીંગ કરાયું છે.