દેશના સૌથી મોટા બિઝનેસ ટાઈકુન મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના એક્ઝિક્યુટિવ ચેરમેન આનંદ મહિન્દ્રા 1 એપ્રિલ 2020થી નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન બનશે. કંપનીની ગવર્નન્સ, નોમિનેશન એન્ડ રિમ્યુનરેશન કમિટીની ભલામણો પર બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે આ ફેરફારની મંજૂરી આપી દીધી છે આ સાથે બોર્ડ દ્રારા અનેક મોટા ફેરફાર કરવામાં આવ્યા છે
નવા ફેરફારમાં મહિન્દ્રા કંપનીના એમડી પવન કુમાર ગોયનકાને પ્રમોશન આપવામાં આવ્યુ છે તેઓ 1 એપ્રિલથી એમડી-સીઈઓનો તરીકેનો કાર્યભાર સંભાળશે તેમનો કાર્યકાળ 11 નવેમ્બર 2020 સુધીનો છે. બાદમાં 12 નવેમ્બરથી 1 એપ્રિલ 2021 માટે ફરીથી નિમણૂંક કરવામાં આવશે આ કંપનીમાં આગામી દોઢ માસમાં 15થી વધુ ઓફિસર નિવૃત્ત થઈ રહ્યા હોવાથી મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. સમય પ્રમાણે શેરબજાર રેગ્યુલેટર સેબીની સુચના મુજબ સ્ટ્રકચરિંગ કરાયુ છે જો કે આનંદ મહિન્દ્રા હવે કંપનીને બહાર રહીને -એક્ઝિક્યુટિવ ચેરમેન કંપની બોર્ડના માર્ગદર્શક તરીકેની જવાબદારી સંભાળશે. આ ફેરફારને ખુદ આંનદ મહિન્દ્રાએ યોગ્ય પગલુ ગણાવ્યુ છે અને તેમણે આનંદ વ્યક્ત કરતા કહ્યુ છે કે આ ચેન્જીગથી ગુડ ગર્વનન્સની આપણી પ્રતિબધ્ધતાનો ખ્યાલ આવે છે.