અમરેલી જિલ્લાના લાઠી- દામનગર રોડ પરનાં ભુરખીયા ગામે ભુરખીયા હનુમાન દાદાનું મંદિર આવેલું છે. આ મંદિર બનવા પાછળ એક આસ્થા છે આશરે 400 વર્ષ પહેલા દામોદરદાસબાપુને હનુમાનજી સ્વપ્નમાં આવ્યા હતા. દામોદરદાસ બાપુનેદાદા સ્વપને આવી સ્યંભુ પ્રગટ્યા હતા. તે દામોદરદાસબાપુનો કાલ્પનિક ફોટો પણ અહીં રાખવામા આવ્યો છે. જેમાં પ્રથમ રામ દરબારની આરતી કરવામાં આવે છે. ત્યારબાદ ભુરખીયા દાદા અને શિવજી,તથા દામોદરદાસબાપુની તસવીરની આરતી કરવામા આવે છે. પ્રથમ ધુપ આરતી અને ત્યાઅરબાદ દિપ આરતી કરવામાં આવે છે. ભુરખીયા હનુમાનદાદા તમામ પ્રકારના દુ:ખો દૂર કરે છે. આ મંદિર પરિસરમા હનુમાનદાદા ઉપરાંત રામદરબાર મંદિર અને શિવાલય પણ આવેલુ છે અહિંયા આવનાર ભક્તજને નોકરી,ધંધા,પરિવારની સુખશાંતિ, આરોગ્ય, સારાજીવનસાથી અને વિદ્યાદાન માટેની પ્રાર્થનાઓ કરે છે, અને હનુમાનદાદા દરેકની મનોકામના પૂર્ણ કરે છે. જેની ખુશી સ્વરૂપે ભક્તજનો અહિંયા પરિવાર સાથે આવી દાદાને થાળ ધરવા આવે છે.
અહીયા દરરોજ તમામ યાત્રાળુઓ માટે નિ:શુલ્ક રસોડુ ચાલે છે મોટા ભાગના ભકતો અહી થાળ ધરાવવાની અને દાદાને તેલ ચડાવાની બાધા રાખે છે હાલમાં ભુરખીયા હનુમાનદાદાનું મંદિર 1950થી ટ્રસ્ટ એક્ટ હેઠળ ચાલે છે બહારગામથી આવતા ભક્તો માટે અહી રહેવાની વ્યવસ્થા પણ ઉભી કરાઈ છે. ભુરખિયા દાદાની ચોર્યાસીનુ મોટુ મહત્વ છે અહી ભક્તજનો માટે 7 ભોજનાલય રસોડા તેમજ 2 મોટા હોલ છે. ચૈત્રી પુનમે અહીં મોટો મેળો ભરાય છે. જેમા આશરે અઢીલાખ ભક્તજનો આવે છે. .