વરસ 2019નું અંતિમ સૂર્યગ્રહણ સવારે ૮.૦૪ મિનીટ શરૂ થઈને ૧.૩૬ કલાકે પુર્ણ થયું હતુ. આ અંતિમ સૂર્યગ્રહણને વૈજ્ઞાનિકોએ ‘રિંગ ઓફ ફાયર’ નામ આપ્યું હતું. ગ્રહણ જોવા માટે લોકોમાં મોટી આતુરતા હતા ગુજરાતમાં ઠેર ઠેર આ સૂર્ય ગ્રહણને જોવા માટે સુંદર વ્યવસ્થા કરાઈ હતી. અમદાવાદમાં રિવરફ્રન્ટ અને સાયન્સ સીટી ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને સુર્ય ગ્રહણ બતાવીને સાયન્ટીફીક રીતે સમજ અપાઈ હતી. રાજયમાં સૂર્યગ્રહણની શરુઆત દ્વારકાથી શરૂ થઈ હતી અને દૂબઇમાં સંપૂર્ણ ‘રિંગ ઓફ ફાયર’ જોવા મળ્યું હતું. દેશભરમાં આ ગ્રહણને લઈને જાત જાતની માન્યતાઓનુ પાલન કરાયું હતુ તો કયાંક ખંડન પણ. આ સુર્યગ્રહણ ર૯૬ વર્ષપહેલા કએટલે કે ૧૭ર૩ ની સાલમાં ૭ જાન્યુઆરીએ થયું હતું. બાદમાં 26 ડિસેમ્બર 2019ના દિવસે આ સંયોગ સર્જાયો હતો.ગુજરાતમાં મોટાભાગના ધાર્મિક સ્થાનો બંધ કરી દેવાયાં હતા.