અમદાવાદઃમાં અત્યારથી નવા વરસને વઘાવવાની તૈયારી શરુ થઈ ગઈ છે સાથોસાથ પોલીસે પણ તહેવારને શાંતિપુર્ણ માહોલમાં પુરો કરવા પુરતી તૈયારીઓ કરી લીધી છે. સૌથી પહેલા પોલીસકમિશનર દ્રારા ખાસ જાહેરનામુ બહાર પાડયું છેજેમાં એસજી હાઈવે પરના 45 થી વધુ પાર્ટી પ્લોટમાં સિકયુરીટી ગાર્ડ, પાર્કિંગ,સીસી ટીવી કેમેરા, મેટર ડિટેકટર ડોર સહિતના ઉપકરણ રાખવા પડશે. એટલુ જ નહિ કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટેની સતર્કતા પાર્ટી પ્લોટ આયોજકોએ જ રાખવી પડશે બીજી તરફ એસજી હાઈવે પર ભારે વાહનોની અવરજવર બંધ કરી દેવાઈ છે તો સીજી રોડ વાહનો માટે બંધ કરી દેવાયો છે.
ડ્રંક એન્ડ ડ્રાઈવની ઝુંબેશ અંતગર્ત 500 જેટલા બ્રેથ એનાલાઈઝર સાથે ચેકિંગ પણ કરાશે. પાર્ટી પ્લોટની અંદર માદક દ્રવ્યો, કેફી પદાર્થોનુ સેવન કરેલા કોઈ મળી આવે તો પોલીસને જાણ કરવા આદેશ કર્યો છે. લોકોનહાઈવે પર ટ્રાફિક જામ ન થાય તે માટે મેમ્બરોને અગાઉથી સુચના આપી દેવાનો પણ આદેશ કરાયો છે. નો પાર્કિંગ ઝોનમાં મુકેલા વાહનોને ટોઈંગ કરી દેવાની પણ ચીમકી ટ્રાફિક પોલીસ અધિકારીએ આપી દીધી છે. પાર્કિંગથી લઈને એકઝિટ – એન્ટ્રી પોઈન્ટ સુધીના તમામ રેકોર્ડીંગ કરીને તેને રાખવું પડશે. પાર્ટી કે ન્યુ યરના સેલિબ્રેશન સમયે કોઈની છેડતી ન થાય તે માટે એન્ટી રોમિયો સ્કવોડને પણ કામગીરી સોંપી દેવાઈ છે.