મેલબોર્ન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડને સૌથી મોટા માર્જીનથી 247 રનથી હરાવ્યું હતું. આ સાથે જ ટીમે ત્રણ મેચની સીરિઝમાં 2-0 આગળ થઈ ગયુ છે મેચના ચોથા દિવસે 488 રનના ટાર્ગેટને ચેઝ કરતા ન્યૂઝીલેન્ડની ટીમ બીજી ઈનિંગ્સમાં માત્ર 240 રનમાં ઓલઆઉટ થઈ હતી. ઓપનર ટોમ બ્લન્ડેલ (121)એ કરિયરની બીજી સદી ફટકારી પરંતુ તે ટીમને હારથી બચાવી શક્યો નહીં. ઓફ સ્પિનર નાથન લાયને બીજી ઈનિંગ્સમાં 4 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી પ્રથમ ઈનિંગ્સમાં 114 રન કરનાર ટ્રેવિસ હેડ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો . ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનિંગ્સમાં 467 અને ન્યૂઝીલેન્ડે 148 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા 250 પોઈન્ટ સુધી પહોંચનાર બીજી ટીમ બની છે આ ટેસ્ટ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાને 40 પોઈન્ટ મળતા તેના કુલ 256 પોઈન્ટ થયા છે તે 250+ પોઈન્ટ મેળવનાર બીજી ટીમ બની છે જયારે ભારત 360 પોઈન્ટ સાથે સૌથી ટોપ પર છે.