હોલીવુડ અભિનેત્રી પામેલા એન્ડરસનનાં પ માં લગ્ન પણ ફેઈલ સાબિત થયા છે. હોલિવૂડ અભિનેત્રી અને પૂર્વ બિગ બોસ કન્ટેસ્ટેન્ટ પામેલા એન્ડરસને 12 દિવસ પહેલાં પાંચમાં લગ્ન હોલીવુડ ફિલ્મ બેટમેનના 74 વરસના પ્રોડયુસર જોન પીટર્સ સાથે કર્યા હતાં. પણ ૧૨ દિવસ બાદ જોનથી અલગ થવાનો પામેલાએ નિર્ણય કર્યો છે. આ નિર્ણયની સત્તાવાર જાહેરાત ખુદ પામેલાએ કરી અને કહ્યુ કે અમે હાલ આત્મવિશ્લેષણ કરવા માગીએ છીએ તેમજ વ્યકિતગત રીતે અમે એકબીજા પાસેથી શું અપેક્ષા રાખીએ છીએ તે જાણવા માગીએ છીએ? જીવન એક યાત્રા છે અને પ્રેમ એક પ્રક્રિયા છે. આ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને અમે અમારાં લગ્નની સત્તાવાર નોંધણી ન કરવાનો નિર્ણય લીધો છે. અમારા અંગત જીવને માન આપવા બદલ હું સૌનો આભાર માનું છું.