સાઉથ આફ્રિકામાં રમાઈ રહેલ અન્ડર-૧૯ વર્લ્ડકપની સેમી ફાઈનલ ભારતે પાકિસ્તાન કારમી હાર આપી છે. ભારતીય ઓપનરો યશસ્વી જયસ્વાલ અને દિવ્યાંશ સકસેનાએ 163 રનનો લક્ષ્યાંક વિકેટ ખોયા વગર પાર કરી દીધો હતો. જેમાં જયસ્વાલે સદી ફટકારી હતી. પાકિસ્તાનના એક પણ બોલર ભારતીય ઓપનરોને આઉટ કરી શકયા નહોતા. અન્ડર -19માં આ સૌથી મોટો વિજય અને સૌથી મોટી ભાગીદારીનો વિક્રમ સર્જાયો છે. કેપ્ટન રોહેલ નઝિર અને હૈદર અલીએ અર્ધસદી ફટાકરતા 163 રન પર પહોચ્યું હતું. નઝિરે 62, હૈદરે 56 રન કર્યા હતા. ભારત માટે સુશાંત મિશ્રાએ 3 વિકેટ, રવિ બિશ્નોઇ અને કાર્તિક ત્યાગીએ 2-2 વિકેટ, જ્યારે અથર્વ અંકોલેંકર અને યશસ્વી જયસ્વાલે 1-1 વિકેટ લીધી હતી..ભારત પહેલીવાર 2000માં ફાઇનલમાં પહોંચ્યું હતું અને ત્યારે ચેમ્પિયન બન્યું હતું. તે પછી 2008 અને 2018 ચેમ્પિયન, જ્યારે 2006, 2012 અને 2016માં રનરઅપ રહ્યું હતું.