ફિલ્મ ડાયરેકટર સંજય ગુપ્તા અને ટી સિરિઝના ભૂષણ કુમારની અપકમિંગ ફિલ્મ મુંબઈ સાગા આવી રહી છે જે માર્ચમાં રિલિઝ થશે. આ ફિલ્મમાં કિસીગ હીરો ઈમરાન હાશમી પ્રથમ વાર મુંબઈના એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટની ભૂમિકા ભજવશે. સાથે જોન અબ્રાહમ, સુનીલ શેટ્ટી, પ્રતિક બબ્બર, મહેશ માંજરેકર, કાજલ અગ્રવાલ પણ ફિલ્મમાં દેખાશે.
ફિલ્મના પોસ્ટર ફેઈમ ફસ્ટ લુક જાહેર કરી દેવાયાં છે જેમાં ઈમરાન હાશમી પોલીસ વર્દીમાં ડેશીંગ દેખાઈ રહ્યો છે. અગાઉ પણ મુંબઈની અંધારી આલમ પર અનેક ફિલ્મ બની ચુકી છે. ખાસ કરીને વન ટાઈમ અપોન મુંબઈ, શુટ આઉટ એટ લોંખડવાલા, શુટ આઉટ એટ વડાલા સિરિઝની પણ આ ફિલ્મ હશે જેમાં એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટની સાથે ગેંગસ્ટરનો સામનો હશે.