મહાશિવરાત્રિ શિવભક્તો માટે ખાસ-59 વરસે રાજયોગ

મહાશિવરાત્રિ શિવ ભક્તો માટે ખાસ હોય છે 21 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિએ 59 વર્ષ બાદ ગ્રહોની વિશેષ સ્થિતિ જોવા મળી હતી આ વર્ષે શનિ મકરમાં થઇને પંચમહાપરૂષ યોગમાંથી શશયોગ હતો જે રાજયોગ છે. સાથે જ, મકર રાશિમાં શનિ અને ચંદ્ર રહેશે, કુંભમાં સૂર્ય-બુધની યુતિ રહેશે. શુક્ર પોતાની જ ઉચ્ચ રાશિ મીનમાં રહેશે. આ પહેલાં સ્થિતિ 1961માં બની હતી. આ વર્ષે મહાશિવરાત્રિ ઉપર ચંદ્ર અને શનિની મકરમાં યુતિ સાથે શશ યોગ બની રહ્યો છે. મોટાભાગે શ્રવણ નક્ષત્રમાં આવતી શિવરાત્રિ અને મકર રાશિના ચંદ્રનો યોગ બને છે. મહાશિવરાત્રિએ જુનાગઢમાં સૌથી મોટો મેળો યોજાય છે જયાં દુનિયાભરના સાધુ-સંતો, અઘોરી, નાગાબાવાઓ ભાગ લેવા માટે આવે છે. એટલુ જ નહિ મોટાભાગના તમામ શિવાલયોમાં ભક્તો શિવમય બની જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *