નવનિર્મિત મોટેરા ક્રિેકેટ સ્ટેડિયમમાં ગાંગુલી,સચિન,કુંબલે રહેશે હાજર

કેમ છો ટ્રમ્પ’ ઈવેન્ટમાં દરમ્યાન જ મોટેરા સ્ટેડિયમનું ઉદ્દઘાટન થશે

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સત્કારમાં જાણીતા ક્રિકેટરો હાજરી આપશે ખાસ કરીને મોટેરા સ્ટેડિયમાં ભારતના જે ખેલાડીઓએ વિશ્વ વિક્રમ કર્યાં છે તેમની હાજરી સવિશેષ બની રહેશે. અમદાવાદના નવનિર્મિત સરદાર પટેલ સ્ટેડિયમ-મોટેરામાં ‘કેમ છો ટ્રમ્પ’ ઈવેન્ટમાં દરમ્યાન જ મોટેરા સ્ટેડિયમનું ઉદ્દઘાટન થશે. આ ઈવેન્ટમાં બીસીસીઆઇ પ્રમુખ સૌરવ ગાંગુલી, જય શાહ, સચિન તેડુંલકર, અનિલ કુંબલે,રાહુલ દ્રવિડ, ઈરફાન પઠાણ, પાર્થિવ પટેલ હાજર રહેશે આ ઉપરાંત ઉદ્યોગપતિઓમાં મુકેશ અંબાણી, ગૌતમ અદાણી પણ હાજર રહેવાના છે. કપિલ દેવે મોટેરા સ્ટેડિયમ ખાતે જ ટેસ્ટમાં સૌથી વધુ વિકેટનો જ્યારે સુનીલ ગાવસ્કરે ટેસ્ટમાં 10 હજાર રન પૂરા કરાવોનો રેકોર્ડ બનાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *