બ્રાઝીલના પૂર્વ સ્ટાર ફુટબોલર રોનાલ્ડિન્યો અને તેના ભાઇની પેરાગ્વેમાં ફેક પાસપોર્ટ રાખવાના આરોપમાં ધરપકડ કરાઈ હતી. પ્રાથમિક તપાસમાં રોનાલ્ડોએ જાણી જોઇને પેરાગ્વેમાં ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હોવાનુ ખુલ્યુ છે આ પહેલા અસુનસિયાન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તપાસ દરમિયાન અધિકારીઓએ રોનાલ્ડિન્યો અને તેના ભાઇના દસ્તાવેજો નકલી હોવાની શંકા દર્શાવી હતી. બુધવારે બન્નેને હોટલમાંથી કસ્ટડીમાં લઈને ગુરૂવારે તેમને કોર્ટમાં રજૂ કરાયા હતાં જ્યાં તેમની 7 કલાક પૂછપરછ પણ કરાઈ હતી. પૂછપરછ બાદ અધિકારીઓએ એ બન્ને સાથે તેમના એક સાથીદારની પણ ધરપકડ કરી હતી. બીજી તરફ રોનાલિડ્ન્યોના વકીલ એડોલ્ફો મરિને બચાવ કરતા કહ્યું કે અમને એ સમજાતું નથી કે તેમને કયા નિયમોને આધારે ધરપકડ કરાઈ છે પોલીસ તપાસમાં નકલી પાસપોર્ટ બ્રાઝીલના બિઝનેસમેન વિલમંડેસ સૂસા લીરાએ આપ્યો હતો બાદમાં તેની પણ ધરપકડ કરાઈ હતી