લોકડાઉનને પગલે રક્તદાતાઓની સંખ્યા ઘટી- રક્તદાન કેમ્પ શરુ

હાલમાં દેશભરમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે થેલેસેમિયા, ડાયાલિસિસના દર્દીઓને તકલીફ પડવાની શકયતા છે. ૨૧ દિવસના લોકડાઉનને પગલે અનેક બ્લડ બેંકમાં હવે મોટાપાયે બ્લડની અછત શરૃ થઇ હોવાનું સામે આવ્યું છે. અમદાવાદની મોટાભાગની બ્લડ બેંકમાં ૨૧ માર્ચથી જ સ્વૈચ્છિક રક્તદાતાઓએ આવવાનું બંધ કરી દીધું છે. બીજી તરફ આ સ્થિતિને પહોચી વળવા માટે રકતદાન કેમ્પ શરુ થયા છે સામાન્ય રીતે વિવિધ સંસ્થાઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાય છે પણ લોકડાઉન સ્થિતિમાં રકતદાનનું પ્રમાણ ઘટી ગયું છે. હાલની સ્થિતિમાં ખાસ કરીને થેલેસેમિયા હોય તેવા બાળકો, ડાયાલિસિસના દર્દીઓ તેમજ પ્રસુતી દરમિયાન ઇમરજન્સી સર્જાય ત્યારે  બ્લડની જરૃર પડતી હોય છે. અકસ્માતના કેસ ઘટી ગયા હોવાથી તેમાં હાલ બ્લડની જરૃર પડતી નથી. વર્તમાન સમયે સિવિલમાં હજુ ૨-૩ દિવસ ચાલે તેટલો બ્લડનો સ્ટોક છે. પરંતુ આગામી સપ્તાહથી બ્લડની ઘટ પડી શકે છે. જેના માટે હવે રકતદાન કેમ્પ જરુરી છે. મળતી માહિતી અનુસાર સિવીલ હોસ્પિટલમાં હાલ ૨૦૦થી ૨૫૦ જેટલા બ્લડ યુનિટ છે. સામાન્ય રીતે પ્રતિ દિન ત્યાં સરેરાશ ૨૪૦-૨૫૦ જેટલા લોકો રક્તદાન માટે આવે છે. પરંતુ આ પ્રમાણ હવે ઘટીને માંડ ૯૦-૧૦૦ આસપાસ થઇ ગયું છે. બીજી તરફ અમદાવાદની રેડ ક્રોસમાં હાલ માંડ ૭ દિવસ ચાલે તેટલો બ્લડ સપ્લાય ઉપલબ્ધ છે. ૨૦૦ યુનિટ પોઝિટિવ  બ્લડને રીઝર્વમાં રાખવામાં આવે છે અને તેમાંથી અડધોઅડધ જ અત્યારે ઉપલબ્ધ છે. પરંતુ નેગેટિવ પ્રકારના લોહીનો જથ્થો ખૂબ જ સિમિત પ્રમાણમાં હોય છે અને હાલમાં તેનો જથ્થો ખૂબ જ મર્યાદિત છે. રેડ ક્રોસમાં સામાન્ય દિવસે ૨૦ જેટલા સ્વૈચ્છિક રક્તદાતા રક્તદાન માટે આવે છે. કોરોના વાયરસને પગલે રેડ ક્રોસમાં ૧૬ માર્ચથી એકપણ સ્વૈચ્છિક રક્તદાતા રક્તદાન માટે આવ્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *