રિતિક,અજયની કોવિડ-19ના યોદ્ધાઓને બ્લડ ડોનેશનની અપીલ

દેશમાં જયારે જયારે કુદરતી આપદા કે સંકટ આવ્યુ છે ત્યારે બોલીવુડ હમેશા અગ્રેસર રહેતુ આવ્યુ છે અભિનેતા અજય દેવગન અને રિતિક રોશને નોવેલ કોરોના વાઇરસની વિરુદ્ધ જંગ લડવામાં મદદ માટેના કોરોના ફાઈટર્સને બ્લડ ડોનેટ કરવાની અપીલ કરી હતી. આ બંને એક્ટર્સે ટ્વિટર પર શરૂ કરાયેલી પહેલ વિશેની વિગતો શૅર કરી હતી. અજયે લખ્યું હતું કે, ‘જો તમે કોવિડ-19થી રિકવર થયા હોય તો તમે કોરોના યોદ્ધા છો. આ અદ્રશ્ય દુશ્મનને હરાવવા માટે આપણને આવા યોદ્ધાઓની આર્મીની જરૂર છે. તમારા બ્લડમાં એવી બુલેટ્સ છે કે જે આ વાઇરસને મારી શકે છે, પ્લીઝ તમારું લોહી ડોનેટ કરો. જેથી અન્ય લોકો પણ આ બીમારીથી રિકવર થાય.’ રિતિકે પણ આ ઇનિશિયેટિવને સપોર્ટ આપ્યો હતો અને તેના ટ્વિટર પેજ પર વધારે વિગતો શૅર કરી હતી. તેણે લખ્યું હતું કે, ‘મુંબઈની કસ્તુરબા હોસ્પિટલ એક મિશન પર છે કે જેને કોરોના વાઇરસથી સક્સેસફુલ્લી રિકવર થયા હોય એવા તમામ લોકોના સપોર્ટની જરૂર છે. જો તમે પોઝિટિવ હોવાના નિદાન અને છેલ્લા ટેસ્ટ્સનું રિઝલ્ટ નેગેટિવ આવ્યા બાદ 14 દિવસ ક્વોરન્ટિન રહ્યા હોય  તો તમારા બ્લડમાં એવા સેલ્સ છે કે જે વાઇરસને મારી શકે છે. જો તમે તમારું બ્લડ ડોનેટ કરશો તો અન્ય લોકો પણ રિકવર થઈ શકશે, ખાસ કરીને જેમની સ્થિતિ ગંભીર છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *