કોરોનાને લીધે ચારધામમાં બદલાઇ પરંપરા,કેદારનાથના કપાટ ખુલ્યા

કરોડો ભક્તો માટેના આસ્થાનું પ્રતિક એવા કેદારનાથ ધામના પટ બુધવારે સવારે 6 વાગ્યાને 10 મિનિટે ખુલી ગયાં હતા. આ વર્ષે કપાટ ખોલતી સમયે 15-16 લોકો જ હાજર રહ્યાં. ગયા વર્ષે કપાટ ખોલતી વખતે 3 હજાર શ્રદ્ધાળુઓએ કેદારનાથના દર્શન કર્યાં હતાં. જો કે લોકડાઉનની સીધી અસર મંદિરના દર્શન પર પડી હતી. સૌથી મહત્વની વાત એ રહી છે કપાટ ખોલ્યા બાદ સૌથી પહેલાં PM નરેન્દ્ર મોદીના નામથી પહેલી પૂજા કરાઈ હતી. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રખાયું હતું. બુધવારે સવારે પહેલાં મુખ્ય પૂજારીએ ભગવાન કેદારનાથની ડોલીની પૂજા કરીને ભોગ ધરાવ્યો હતો. ત્યાર બાદ મંત્રોચ્ચારણ સાથે મંદિરના કપાટ ખોલવામાં આવ્યાં હતા. બાદમાં ડોલીએ મંદિરમાં પ્રવેશ કર્યો હતો પૂજારીઓએ મંદિરની સફાઈ કરી, ભગવાનની પૂજા કરી અને ભોગ ધરાવાયો હતો.ઉત્તરાખંડમાં સ્થિત આ 1000 વર્ષ જૂનું મંદિર દર વર્ષે છ મહિના માટે બંધ રહે છે. આ મંદિર પીએમ મોદીનું પ્રિય છે અવારનવાર અહી તેઓ આવીને બાબાના દર્શન અચુક કરે છે.

દર વર્ષે આ પૂજા અને ભોગ પછી મંદિરને દર્શન માટે ખોલવામાં આવે છે. પરંતુ આ વર્ષે દર્શન માટે યાત્રીઓ અહીં આવી શકશે નહીં. કોરોનાના કારણે આ વિસ્તારમાં પણ લોકડાઉન રાખવામાં આવ્યું છે. જેના કારણે મંદિર અને યાત્રા સાથે જોડાયેલી અનેક પરંપરાઓ આ વર્ષે બદલાઇ જશે. કેદારનાથ મંદિરના રાવલ કપાટ ખુલ્યાં તે સમયે હાજર હતાં નથી. તેઓ 19 એપ્રિલે મહારાષ્ટ્રથી ઉત્તરાખંડ પહોંચી અને ઊખીમઠમાં 14 દિવસના ક્વૉરન્ટીનમાં છે. રાવલ 3 મેના રોજ કેદારનાથ પહોંચશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *