માર્ચ 2021 સુધી બે સ્કીમને બાદ કરતાં નવી સ્કીમ પર રોક લગાવાઈ

કોરોના મહામારી હજુ પણ અટકવાનું કામ નથી લેતી. લોકડાઉનના કારણે દેશની અર્થવ્યવસ્થા ઉપર ગંભીર અસરો જોવા મળી રહી છે અર્થ તંત્રને પણ મોટો ફટકો પડયો છે જો કે તેને ફરી પાટા પર ચડાવવા માટે મોદી સરકાર અનેક પ્રયાસ કરી રહી છે. પરંતુ કોરોનાના કારણે સરકારની આવકમાં મોટો ઘટાડો અને ખર્ચમાં વધારો થયો છે. તેની અસર સરકારની નવી યોજનાઓ ઉપર પડી છે. કેન્દ્ર સરકારે હાલ આગામી નવી યોજનાઓને રુક જાઓનો આદેશ કરવો પડયો છે. નાણા મંત્રાલયે 31 માર્ચ 2021 સુધી  અથવા નવ મહિના સુધી નવી યોજનાની શરૂઆત રોકી દીધી છે. જોકે આ નિર્ણયની આત્મ નિર્ભર ભારત અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના ઉપર પ્રતિબંધ લાગુ નહીં પડે. કેન્દ્ર સરકારના આદેશમાં સ્પષ્ટીકરણ પણ કરવામાં આવ્યુ છે કે વિવિધ મંત્રાલય હાલમાં કોઈ નવી યોજના શરૂ ન કરે. સાથોસાથ પ્રધાનમંત્રી ગરીબ યોજના કે આત્મ નિર્ભર ભારત અભિયાન અંતર્ગત જાહેર થયેલી યોજનાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે. નાણા મંત્રાલય દ્વારા બહાર પડાયેલા આદેશમાં કહેવાયું છે કે કોરોના મહામારી કારણે પબ્લિક ફાયનાસિંયલ રિસોર્સ માંગ વધી છે અને બદલાતી પ્રાથમિકતા સાથે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની જરૂર છે. આદેશમાં કહેવાયું છે કે સ્ટેન્ડિંગ ફાયનાન્સ કમિટી  સહિતના પ્રસ્તાવો જે વર્ષ 2020-21 માટે પહેલાથી મંજૂર થયા છે તેને એકવર્ષ સુધી ચાલુ ન કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *