હરિદ્વાર કુંભ 2021 -નિયત સમયે જ મહાકુંભ યોજાશે

કોરોના વાઈરસની વચ્ચે આગામી વરસે એટલે 2021માં હરિદ્વારમાં મહાકુંભ યોજાશે. જો કે તેના નિયત સમયે જ યોજાવા જઈ રહ્યો છે જેમાં દેશ વિદેશમાંથી કરોડો ભક્તો પધારવાના છે. અગાઉ કોરોનાવાઇરસના કારણે તેની તારીખ બદલવાને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ છે. ઉત્તરાખંડ સરકારે પણ લોકડાઉનના કારણે કુંભ સાથે જોડાયેલાં થોડાં કાર્યો ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. જોકે, મેળાની તારીખ બદલવા ઉપર હાલ કોઇ નિર્ણય લેવાયો નથી. અખિલ ભારતીય અખાડા પરિષદે પણ સ્પષ્ટ કર્યું છે કે, મેળો નિર્ધારિત સમયે જ યોજાશે. કેમ કે, આ એક સનાતન પરંપરા છે. બીજી તરફ કુંભ મેળા પ્રશાસને પણ સ્પષ્ટ કરી લીધુ છે કે અખાડા પરિષદની મંજૂરી વિના કોઇ નિર્ણય લેવાશે નહી. હાલ મેળાની તૈયારીઓ શરૂ છે. હરિદ્વાર મહાકુંભમાં હાલ લગભગ 7 મહિનાનો સમય બાકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *