ચીન સીમા પર ભારતના 20 સૈનિક શહીદ

દગાબાજ ચીને ભારતને પીઠ પાછળ મોટુ ખંજર ભોંકી દીધું છે. ભારત-ચીનની બોર્ડર પર થયેલી હિંસક ઝડપમાં દેશના 20 જવાન શહીદ થયા છે. છેલ્લા 45 વર્ષમાં નહોતું થયું તે સોમવારે રાત્રે ઘટના ની છે. લદાખ પાસેની ગલવાન ઘાટીમાં બન્ને દેશોના જવાનો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ભારતના કમાન્ડિંગ ઓફિસર સહિત 20 સૈનિક શહીદ થયા છે. ઘટન બાદ દિલ્હીમાં બેઠકોનો દોર ચાલ્યો છે. અને ચીન સામે જડબાતોડ જવાબ આપવા માંગ ઉઠી છે. બોર્ડર પર છેલ્લા 41 દિવસથી તણાવ હતો. તેને ઓછો કરવાના પ્રયત્નો થઇ રહ્યા હતા. 15 જૂનની સાંજે તણાવ વધી ગયો હતો. ભારતીય સેના વાતચીત કરવા ગઇ હતી ત્યારે અચાનક ચીનની આર્મીએ હુમલો કર્યો હતો. મળતી માહીતી અનુસાર કર્નલ સંતોષ બાબુ સહિત 3 જવાનની શહીદીમાં સૌ પહેલા સમાચાર આવ્યાં હતા અને મોડી સાંજે 20 જવાનની શહીદીના. રક્ષા મંત્રી રાજનાથસિંહે પીએમ મોદીને સમગ્ર ઘટનાની જાણકારી આપી છે. ન્યૂઝ એજન્સી ANIએ એક રિપોર્ટમાં સૂત્રોના માધ્યમથી કહ્યું છે કે ચીનના 43 જવાન આ અથડામણમાં માર્યા ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *