કોરોના મહામારી વચ્ચે 28 જૂને પાક.ની ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે જશે

હાલમાં કોરોનાના કારણે મોટા ભાગના વિશ્વમાં તમામ કામકાજ ધીરે ધીરે પુર્વવત થઈ રહયાં છે જેમાં હવે રમતગમત પણ ફરી એકટીવ થયું છે. કોરોનાની મહામારીની વચ્ચે હવે પાકિસ્તાન ક્રિકેટ ટીમ 28 જૂને ઇંગ્લેન્ડના પ્રવાસે 3 ટેસ્ટ અને 3 T-20ની સીરિઝ રમવા જઈ રહી છે. જો કે નિયમ મુજબ ઇંગ્લેન્ડ પહોંચતાની સાથે જ પાકિસ્તાનની ટીમ ડર્બીશાયરમાં 14 દિવસ કવોરન્ટીનમાં રહેશે. પરંતુ આ સમયગાળા દરમિયાન ખેલાડીઓ નેટ પ્રેક્ટિસ કરી શકશે. પાક બોર્ડે ટૂર માટે 29 સભ્યોની ટીમ પસંદ કરી છે જેમાં રિપ્લેસમેન્ટની ખાસ કાળજી લેવાઈ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એ કહ્યું છુ કે, “કોરોનાને કારણે ઇંગ્લેંડમાં ઘરેલું ક્રિકેટ શરૂ થયું નથી. આવી સ્થિતિમાં, કાઉન્ટી ટીમો સામે પ્રેક્ટિસ મેચ શક્ય નહીં હોય. આની તૈયારી માટે પાકિસ્તાનની ટીમ ઇન્ટ્રા સ્કવોડ મેચ રમશે. પાકિસ્તાની ક્રિકેટરો 17 માર્ચથી સ્પર્ધાત્મક ક્રિકેટ રમી શક્યા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *