કોરોનાની મહામારી વચ્ચે પણ લાંચ રુશ્વતની બદી યથાવત રહેવા પામી છે. તેમાંય આવકવેરા વિભાગમાં એસીબીની ટીમે એક ઓફિસરને લાંચ માંગતા ઝડપી લીધા છે. રાજકોટના ક્લાસ 2 ઇન્કમટેક્સ ઓફિસર મૌલેશ મહેતા રૂપિયા 15,000ની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા છે. એસીબીની તપાસમાં આ અધિકારીએ 12 માર્ચ 2019ના રોજ 15,000 ની લાંચ સ્વીકારી હોવાનું બહાર આવ્યું છે. મળતી માહીતી અનુસાર વર્ષ 2011-12ના ઇન્કમટેક્સ રિટર્નમાં આવેલી ક્વેરી સોલ્વ કરવા ઓફિસરે અરજદાર પાસેથી 20 હજારની લાંચ માંગી હતી. બાદમાં મૌલેશ મહેતાએ 15,000ની લાંચ સ્વીકારી હતી આ બનાવની હકીકતને લઈને અરજદારે એસીબી સમક્ષ અરજી કરી હતી. અરજીના આધારે ACBએ તપાસ શરૂ કર્યા બાદ લાંચ લીધી હોવાનું સામે આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.