દિલ્હી પહેલીવાર ફાઈનલમાં પ્રવેશ્યું, મુંબઈ સાથે ટાઈટલ માટેની ટક્કર

IPLની 13મી સિઝનની ક્લોલિફાયર-2ની ટક્કરમાં દિલ્હીએ વિજય મેળવ્યો છે. અબુધાબી ખાતે રમાયેસી આ મેચમાં દિલ્હીએ હૈદરાબાદને 17 રનથી પરાજય આપી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. 190 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમ  20 ઓવરમાં 172/8 રન બનાવી શકી, દિલ્હી તરફથી માર્કસ સ્ટોનિસે 3 વિકેટ અને કૌગિસો રબાડાએ 4 અને અક્ષર પટેલે 14 વિકેટ ઝડપી હતી. હવે 10મી નવેમ્બરે દુબઈમાં તેની ટક્કર મુંબઈ સાથે થશે. દિલ્હીએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે અબુ ધાબી ખાતે 20 ઓવરમાં 3 વિકેટે 189 રન કર્યા. દિલ્હી માટે શિખર ધવને સૌથી વધારી 78 રન કર્યા, જ્યારે શિમરોન હેટમાયર 42, માર્કસ સ્ટોઈનિસ 38 અને શ્રેયસ ઐયરે 21 રન કર્યાં. હૈદરાબાદ માટે સંદીપ શર્મા, જેસન હોલ્ડર અને ટી. નટરાજને 1-1 વિકેટ ઝડપી હતી. હૈદરાબાદ માટે કેન વિલિયમ્સને IPLમાં પોતાની 15મી અર્ધીસદી ફટકારી. તેણે 45 બોલમાં 5 ફોર અને 4 સિક્સની મદદથી 67 રન કર્યા. એ સિવાય અબ્દુલ સમદે 33 અને મનીષ પાંડેએ 21 રનનું યોગદાન આપ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *