દિવાળીએ ગ્રહ સંયોગ:32 વર્ષ પછી સૂર્ય,ચંદ્ર 5 ગ્રહોનો દુર્લભ યોગ બનશે

શનિવાર, 14 નવેમ્બર 2020ના રોજ દિવાળીની સાંજે મંગળ મીન રાશિમાં માર્ગી થઇ રહ્યો છે. 23 ડિસેમ્બર 2020 સુધી આ રાશિમાં માર્ગી રહેશે, એ પછી ગ્રહ પોતાની રાશિ મેષમાં પ્રવેશ કરશે. માર્ગી એટલે મંગળ સીધો ચાલવા લાગશે. દિવાળીએ સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ અને શુક્રનો એક સંયોગ 32 વર્ષ પછી બની રહ્યો છે. દિવાળીએ મંગળ મીન રાશિમાં રહીને કન્યા રાશિના શુક્ર પર દૃષ્ટિ નાખશે, સૂર્ય-બુધ અને ચંદ્ર તુલા રાશિમાં રહેશે. આ વર્ષ પહેલાં આવો યોગ દિવાળીએ 9 નવેમ્બર 1988ના રોજ 32 વર્ષ પહેલાં બન્યો હતો. ત્યારે મંગલ મીન રાશિમાં હતો અને કન્યા રાશિના શુક્ર પર દૃષ્ટિ નાખતો હતો. તે સમયે પણ સૂર્ય-બુધ અને ચંદ્ર તુલા રાશિમાં જ હતા. દિવાળીએ રાત મંગળ માર્ગી થઇ જતા તંત્ર પૂજન માટે શુભ યોગ બનશે.

દરેક 12 રાશિઓ પર મંગળની અસર

મેષ- બારમા ભાવનો મંગળ તમને દેવાથી દૂર રહેવાના સંકેત આપી રહ્યો છે.
વૃષભ- અગિયારમા ભાવનો મંગળ તમારા માટે લાભકારી રહેશે. દરેક કામ પૂર્ણ થશે.
મિથુન- દશમા ભાવનો મંગળ લગ્ન અને અન્ય શુભ કામમાં આવેલી અડચણો દૂર કરશે.
કર્ક- નવમા ભાવનો મંગળ તમને ખુશી આપશે. દેવામાંથી મુક્તિ મળશે
સિંહ- આઠમા ભાવનો મંગળ તમને તકલીફ આપી શકે છે. સંભાળીને કામ કરવું.
કન્યા- સાતમા ભાવનો મંગળ તમારી તકલીફો વધારી શકે છે. કારણ વગર ભય લાગશે.
તુલા- છઠ્ઠા ભાવનો મંગળ તમને અપેક્ષિત સફળતા નહિ અપાવે.
વૃશ્ચિક- પાંચમા ભાવનો મંગળ તમને તમામ સુખ આપશે. દેવામાંથી છૂટકારો મળશે
ધન- ચોથા ભાવનો મંગળ તમારા માટે સારો નથી. સંયમપૂર્વક સમય પસાર કરવાનો છે.
મકર- ત્રીજા ભાવનો મંગળ તમારા માટે સામાન્ય રહેશે. કાર્યમાં ફેરફાર થઈ શકે છે.
કુંભ- બીજા ભાવનો મંગળ શુભ રહેશે. સંપર્કથી લાભ મળશે. નવી લાભદાયક સ્થિતિ બનશે.
મીન- આ રાશિમાં જ મંગળ છે, જે લોકો વિદેશ જવાની ઈચ્છા રાખે છે તેમને લાભ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *