ઓસ્ટ્રેલિયા ટૂર માટે રોહિત શર્માને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. BCCIના સચિવ જય શાહે સોમવારે આ અંગેની જાહેરાત કરી. તો, કેપ્ટન કોહલી પહેલી ટેસ્ટ પછી પેટરનિટી લીવ પર જશે. જો કે, BCCIએ તે વાત નથી જણાવી કે કોહલી સીરીઝની બાકીની મેચ રમશે કે નહીં. તો, સંજૂ સેમસનને ટી-20 પછી વનડેમાં પણ સામેલ કરાયો છે. જ્યારે, વરૂણ ચક્રવર્તી ખભ્ભાની ઈજાને કારણે ઓસ્ટ્રેલિયા ટૂરમાંથી બહાર થઈ ગયો છે. ફાસ્ટ બોલર ટી. નટરજાનને તેની જગ્યાએ ટી-20માં સામેલ કરાયો છે. ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા ટૂરમાં 3-3 વનડે અને ટી-20 પછી 4 ટેસ્ટ સીરીઝ રમશે. ક્રિસમસ પછીના પહેલાં સપ્તાહમાં બોક્સિંગ ડે ટેસ્ટ શરૂ થશે. જેમાં 25,000 ફેન્સ રોજ મેચ જોઈ શકે છે. આ સ્ટેડિયમમાં દર્શકની ક્ષમતા એક લાખ છે. ફેન્સની સુરક્ષિત એન્ટ્રીને લઈને વિક્ટોરિયન ગર્વમેન્ટ અને મેલબોર્ન ક્રિકેટ ક્લબ મળીને કોવિડ સુરક્ષા પ્લાન તૈયાર કરશે.