દિવાળીની રાત્રે યુવકે મોઢાંમાં સુતળી બોમ્બ ફોડ્યો

શહેરના પાંડેસરા વિસ્તારમાં દિવાળીને રાત્રે DJની ધૂન પર ડાન્સની મસ્તી વચ્ચે યુવકે મોઢાંમાં સુતળી બોમ્બ ફોડ્યો હતો. જેના કારણે બેભાન થઈ ગયો હતો. મોંમાં સુતળી બોમ્બ ફોડવાની ઘટનાને લઈને મહોલ્લામાં હોબાળો મચી ગયો હતો.મોઢામાં ફ્રેક્ચર થતા ટાંકા લેવા પડ્યા છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે. યુવકને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં પિન્ટુ જાદવ ભાઈ સાથે રહે છે અને નજીકમાં જ આવેલી મિલમાં નોકરી કરે છે. દિવાળી વેકેશનને લઈને સગો ભાઈ બે દિવસ પહેલા વતન ગયો હતો. ગત દિવાળીની રાત્રે ડીજેની ધૂન પર દિવાળી પર્વની ઉજવણી કરી રહ્યા હતા અને ફટાકડાઓ ફોડી રહ્યા હતા. મિત્રો દ્વારા પિન્ટુને મસ્તીમાં મોંમાં સુતળી બોમ્બ ફોડવા કહ્યું હતું. જેથી પિન્ટુએ મોઢાંમાં જ સુતળી બોમ્બ ફોડી દીધો હતો. જેથી તે બેભાન થઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *