અમેરીકન દવા કંપનીનો દાવો: કોરોના વેક્સિન 95% અસરકારક

વિશ્વમાં કોરોના વેક્સિનની દિશામાં એક સારા આવ્યા છે. અમેરીકન દવા કંપની ફાઈઝરે દાવો કર્યો છે કે, ત્રીજા ફેઝના કોરોના વેક્સિનનું ફાઈનલ વિશ્લેષણ દર્શાવે છે કે, આ દવા 95% અસરકારક છે. આ સાથે જ કંપની એવો દાવો કર્યો છે કે, આ દવા સુરક્ષાના માપદંડમાં પણ ખરી ઉતરી છે. કંપનીના જણાવ્યા મુજબ વિશ્લેષણમાં મોટા વયસ્કોમાં પણ તે કારગર રહી અને કોઈ પણ પ્રકારની ગંભીર સુરક્ષાની ચિંતા જોવા મળી નહી. હવે કંપનીએ આ કંપનીએ આ વેક્સિનના ઈમર્જન્સી ઉપયોગની મંજુરી માંગી છે. કંપની પ્રમાણે ટ્રાયલમાં સામેલ થનારા170 વોલિન્ટિયર્સમાં કોરોના સંક્રમણ જોવા મળ્યું. તેમાંથી 162ને પ્લેસીબો કે પ્લેન સેલીન શોટ અપાયા હતા. જ્યારે બાકીના 8ને વાસ્તવિક વેક્સિન મળી હતી. કંપનીએ જણાવ્યું કે, પરિણામ 95% અસરકારક જોવા મળ્યુ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *