પ્રધાનમંત્રીએ 3 શહેરનો પ્રવાસ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે દેશમાં કોરોના વેક્સીન તૈયાર કરી રહેલી ત્રણ કંપનીની મુલાકાત લીધી હતી. સૌથી પહેલા અમદાવાદ અને ત્યારબાદ હૈદરાબાદમાં કોરોના વેક્સીન પ્લાન્ટની મુલાકાત લીધી હતી, ત્યારબાદ તેઓ પુણે પહોંચ્યા હતા. અહીં કોવીશીલ્ડ તૈયાર કરનારી સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (SII)ની ફેસિલિટી આવેલી છે. PM મોદીએ કહ્યું કે SIIની ટીમ સાથે સારી રીતે ચર્ચા થઈ. તેમણે મને વેક્સીન તૈયાર કરવા માટે અત્યાર સુધીમાં થયેલી કામગીરી અંગે માહિતી આપી છે. ભવિષ્યની યોજના અંગે પણ માહિતી આપી. મે વેક્સીન તૈયાર કરતી ફેસિલિટીની મુલાકાત લઈ તેનું નિરીક્ષણ કર્યું.PM મોદીએ હૈદરાબાદમાં સ્વદેશી વેક્સીન ‘કોવેક્સીન’ તૈયાર કરી રહેલી કંપની ભારત બાયોટેકના વૈજ્ઞાનિકોને સફળ ટ્રાયલ માટે અભિનંદન પાઠવ્યા હતા. PM મોદીએ કહ્યું કે તેમની ટીમ ICMR સાથે મળી કામ કરી રહી છે, જેથી તેમની પ્રોસેસમાં વેગ આવી શકે.સવારે લગભગ 10 વાગે PM મોદીએ PPE કિટ પહેરીને ઝાયડ્સના પ્લાન્ટમાં કોરોનાની ટ્રાયલ વૅક્સિનનું નિરીક્ષણ કર્યું હતું. તેઓ અહીં આશરે એક કલાક રોકાયા હતા અને વૈજ્ઞાનિકો પાસેથી વેક્સીન અંગે માહિતી મેળવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *