ઇન્ડોનેશિયાનું વિમાન લાપતા સમુદ્રમાંથી કાટમાળ મળ્યો

ઇન્ડોનેશિયામાં શ્રીવિજયા એરલાઇન્સનું વિમાન શનિવારે ગુમ થયું હતું. તેમાં 62 લોકો સવાર હતા. એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ જ વિમાનનો કંટ્રોલ ટાવરથી સંપર્ક તૂટી ગયો. સમુદ્રમાં કેટલાક ઇલેક્ટ્રોનિક સાધનોના ટુકડા નજરે પડ્યા છે. જો કે, તે ગુમ થયેલ વિમાનના છે કે નહીં તે અંગેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.વિમાનનો જે જગ્યાએ ATCથી સંપર્ક તૂટ્યો હતો ત્યાં સમુદ્ર છે, તેથી તે સ્થળે સર્ચ જહાજો અને બચાવ ટીમો મોકલવામાં આવી છે.રિપોર્ટ મુજબ, આ વિમાન 26 વર્ષથી વધુ જુનું હતુ. તે 1994માં અમેરિકાની કોંટિનેંટલ એરલાઇન્સ દ્વારા ખરીદવામાં આવ્યું હતું. ત્યાંર બાદ તે વિમાનને શ્રીવિજય એરલાઇન્સ દ્વારા ખરીદવામાં આવ્યું હતું. શ્રીવિજયા એરનો ગુમ થયેલ ફ્લાઇટ નંબર SJ 182 હતો. FlightRadar24 મુજબ બોઇંગ 737-500 વર્ગનું વિમાન જકાર્તાના સુકર્ણો-હટ્ટા એરપોર્ટથી ઉડાન ભરી હતી. ટેક ઓફના ચાર જ મિનિટ પછી, વિમાનએ એર ટ્રાફિક કંટ્રોલ (ATC) નો સંપર્ક ગુમાવ્યો. તે સમયે વિમાન 10 હજાર ફૂટની ઉંચાઇએ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *