સુરતના માંડવીમાં મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે લોકાર્પણ

માંડવી તાલુકાના સઠવાવ ખાતે કુલ 570 કરોડના ખર્ચે સિંચાઈ સુવિધા માટેની ‘કાકરાપાર-ગોરધા-વડ ઉદ્દવહન પાઈપલાઇન યોજના’નું મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હસ્તે લોકાર્પણ કરાયું છે. સુરત જિલ્લાના માંડવી તાલુકાના 61 ગામોના 20525 એકર તથા માંગરોળ તાલુકાના 28 ગામોના 28975 એકર વિસ્તાર મળી કુલ 89 ગામોના કુલ 49500 એકર વિસ્તારને વિતરણ વ્યવસ્થા થકી સિંચાઇ માટે પાણી ઉપલબ્ધ થતાં 29000 આદિજાતિ ખેડૂત પરિવારોને લાભ થશે. 3 મધ્યમ ડેમ, 2 મોટા તળાવો, 6 કોતરો અને 30 ચેકડેમોમાં પાણી સંગ્રહ થશે. દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાના માંડવી અને માંગરોળ તાલુકાના આદિજાતિ વિસ્તારના કેટલાક ગામો ઉંચા લેવલે હોઇ તથા ડુંગરાળ પ્રદેશમાં આવેલા હોવાથી નજીકમાં જ ઉકાઇ ડેમ તથા કાકરાપાર વિયર જેવી મોટી સિંચાઇ યોજનાઓની નહેરો હોવા છતાં આ ગામો સિંચાઇ સુવિધાથી વંચિત રહ્યાં હતાં. આ સમસ્યાના નિવારણ માટે આદિજાતિ વિસ્તારમાં જળસંગ્રહ તથા સિંચાઇ સુવિધાઓ ઉભી કરવા માટે સંવેદનશીલ અભિગમ સાથે રાજ્ય સરકાર દ્વારા માંડવી અને માંગરોળ તાલુકામાં સિંચાઇની સુવિધા પુરી પાડવા માટે ઉકાઇ-કાકરાપાર જળાશય આધારિત કાકરાપાર-ગોરધા-વડ ઉદવહન પાઇપલાઇન યોજનાનું દીર્ઘદ્રષ્ટિપૂર્ણ ખેડૂતલક્ષી આયોજન હાથ ધર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *