સુરતમાં કાર બ્રોકર આપઘાત કેસમાં ખુદ પત્ની વિલન નીકળી

સુરતના શહેરમાં પાલની નવી બંધાતી બિલ્ડિંગ પરથી કુદીને કાર બ્રોકરે હત્યા કરવાના પ્રકરણમાં નવો પર્દાફાશ થયો છે. આ બનાવમાં ખુદ કાર બ્રોકરની પત્ની અને વોચમેન વિરૂદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોધાઈ છે . પોલીસ તપાસમાં ખુલ્યુ કે બિલ્ડીંગના વોચમેન સાથે પ્રેમ સંબંધ હોવાથી પત્ની ત્રાસ આપતી હતી. પત્નીએ પ્રેમી સાથે મળી ધમકી આપતા કાર બ્રોકર પારસભાઈએ આપઘાત કરી લીધો હતો. જ્યારે કાર બ્રોકરના આપઘાત કેસમાં પોલીસે પત્નીની ધરપકડ કરી લીધો છે. જ્યારે પ્રેમી વોચમેન ફરાર થઈ ગયો છે. પારસભાઈ કાર બ્રોકરે આપઘાત કરતા પહેલા પોતાના જ ફોટો પર RIP લખી 11મા માળેથી કૂદી આપઘાત કરી લીધો હતો. અડાજણ સ્તુતિ આઇકોનમાં રહેતા પારસભાઈ શ્યામભાઈ ખન્ના કાર બ્રોકર તરીકે કામ કરતા હતા. 10 વર્ષ અગાઉ લગ્ન થયા બાદ હાલ 3 વર્ષની પુત્રી છે. તેમના પિતા પારિવારીક ઝઘડાના કારણે 4 વર્ષથી ઘર છોડી જતા રહ્યા હતા. છેલ્લા 6 માસથી પારસભાઈને પત્નીના ચારિત્ર્ય અંગે શંકા જતા ઝઘડા થતા હતા. ગત 14 ડિસેમ્બરના રોજ પણ પત્ની સાથે ઝઘડો થતા પારસ ઘરેથી નીકળી ગયો હતો. પત્ની અને માતાએ તેમને ફોન કર્યા પણ રિસિવ કર્યા ન હતા. આખરે તેમના મિત્રોને જાણ કરતા મિત્રોએ અને પરિવારના સભ્યોએ શોધખોળ કરતા પાલ આરટીઓ સામે નવી બિલ્ડીંગની નીચેથી મૃત હાલતમાં મળી આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *