મોરિશિયસથી આવતા નાણાંની માલિકીનીમાહિતી જાહેર કરવી પડશે

ભારત હવે મોરિશિયસથી આવતા કાળા નાણાં પર અંકૂશ મૂકવાની તૈયારી કરી રહ્યું છે. સરકાર ત્યાંથી આવતા નાણાંની પૂરી જાણકારી આપવી જરૂરી બની શકે છે. હવે પૈસાના માલિક કોણ છે. તેમનું નામ, સરનામુ, પાસપોર્ટ નંબર વગેરે દર્શાવવા પડશે. નવા નિયમ પ્રમાણે પૈસાના બેનિફિશિયરી ઓનરશિપ કોની પાસે છે તે પણ જણાવવી પડશે. બેનિફિશિયરી ઓનરશિપ એટલે જેમની પાસે કંપની અથવા ફંડની ઓછામાં ઓછો 25 ટકા હિસ્સેદારી છે. તાજેતરમાં જ અમેરિકાએ શેલ અથવા અથવા ડમી કંપનીઓને અંકૂશમાં લાવવા માટે ભ્રષ્ટાચાર વિરોધી કાયદો તૈયાર કર્યો છે. તેમા પણ કંપનીઓ માટે બેનિફિશિયરી ઓનરશિપની જાણકારી આપવી જરૂરી બનાવવામાં આવી છે. ત્યારબાદ ભારતે આ નિર્ણયલ લીધો છે.આવક વેરા તથા કોર્પોરેટ ટેક્સ બાબતોની સૌથી મોટી બોડી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ ટૂંક સમયમાં એક પરિપત્ર જાહેર કરી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ પરિપત્ર બજેટ અગાઉ જ જાહેર થઈ શકે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *