માહિતી નિયામક કચેરીની વિવિધ ભરતીની પ્રિલિમિનરી પરીક્ષા મોકૂફ

ગાંધીનગર- કોરોનાની વધતી જતી ખતરનાક સ્થિતિના પગલે માહિતી નિયામક કચેરીની વિવિધ સંવર્ગની ભરતી માટેની પ્રિલિમિનરી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.

માહિતી નિયામક કચેરી હસ્તકની નાયબ માહિતી નિયામક (વર્ગ-1), સહાયક માહિતી નિયામક (વર્ગ-2) તથા સિનિયર સબ-એડિટર(વર્ગ-3) તથા માહિતી મદદનીશ (વર્ગ-3) – એમ વિવિધ સંવર્ગની ભરતી સંબંધિત ઓજસ પર પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાતો અનુક્રમે 2/20-21 અને 1/20-21, તારીખ: 22/01/2021ના રોજ બહાર પાડવામાં આવી હતી.
ઉક્ત વિવિધ સંવર્ગ માટેની પ્રિલિમિનરી પરીક્ષા તા.10 એપ્રિલ, 2021ના રોજ યોજાનાર હતી પરંતુ કોવિડ-19ના વધી રહેલા સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લેતા સાવચેતીના ભાગરૂપે આ પ્રિલિમિનરી પરીક્ષાઓ અન્ય સૂચના પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવે છે.
આ પરીક્ષાની નવી તારીખ અંગેની વિગતો માટે ઓજસ તથા અમારી વેબસાઈટ www.gujaratinformation.gujarat.gov.in જોતા રહેવાની ઉમેદવારોને ભલામણ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *