વિશ્વના સૌથી ધનિકોના ક્રમાંકમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. ફોર્બ્સની યાદી મુજબ, આજે 6 એપ્રિલના રોજ તેમની સંપત્તિમાં આશરે રૂ. 36,000 કરોડથી પણ વધારેનો ગ્રોથ થયો છે અને આ સાથે વિશ્વના બિલિયોનેરની યાદીમાં પહેલીવાર 20મા ક્રમે પહોંચ્યા છે. ફોર્બ્સના રિયલ ટાઈમ ડેટા મુજબ, ગૌતમ અદાણીની નેટવર્થ અત્યારે 61.4 અબજ ડોલરપર પહોંચી છે. ફોર્બ્સ બિલિયોનેર લિસ્ટ 2020 મુજબ, ગૌતમ અદાણી 8.9 અબજ ડોલર (અંદાજે રૂ. 65,300 કરોડ)ની સંપત્તિ સાથે વિશ્વના અમીરોમાં 155મા ક્રમે હતા. આ રીતે જોઈએ તો 2020ની તુલનાએ ગૌતમ અદાણીની નેટવર્થ અંદાજે 8 ગણી વધી છે.