રેમડેસિવિર આડેધડ લખી આપતા ડોકટરો સામે મ્યુનિ. પગલાં લેશે

અમદાવાદમાં કોરોનાના વધી રહેલાં કેસો અને દર્દીઓની સંખ્યા વધતી જાય છે, તેમ તેમ ઓક્સિજન તેમજ રેમડેસિવિર ઈન્જેકશનોની માગણી પણ વધતી જાય છે. આ સંજોગોમાં જરૂર ના હોય તેવા દર્દીઓને માટે રેમડેસિવિર ઈન્જેકશનો સ્પીસ્ક્રાઈપ નહીં કરવાની મ્યુનિ.એ ડોકટરોને કડક સૂચના આપી છે. મ્યુનિ.ના હેલ્થ ઓફિસર ભાવીન સોલંકીએ અમદાવાદ હોસ્પિટલ અને નર્સીંગ હોમ એસો. તેમજ અમદાવાદ મેડિકલ એસો.ને પત્ર લઈને જણાવ્યું છે કે, જે દર્દીનું ઓક્સિજન લેવલ ૯૫થી વધુ હોય, તેમના લેબોરેટરીના રિપોર્ટ પણ ગંભીર પ્રકારના ના હોય તેવા કોરોનાના દર્દીઓને રેમડેસિવિર ઈન્જેકશનો આપવાની જરૂર ના હોય છતાં ડોકટરો તે લેવાની હિમાયત કરીને લખી આપતા હોય છે.  હવે પછી આવી કોઈ બાબત મ્યુનિ.ના ધ્યાને આવશે તો અમારા તબીબો દર્દીને મળીને તેમના હેલ્થ અંગે સંપૂર્ણ ચકાસણી કરશે અને તેમના લેબોરેટરીના રિપોર્ટસની પણ ચકાસણી થશે. દર્દીનું ઓક્સિજન લેવલ યોગ્ય માત્રમાં હોય અને લેબોરેટરીના રિપોર્ટમાં ગંભીર કહી શકાય તેવા કોઈપણ ચિહ્નો નહીં જણાય તો રેમડેસિવિર લખનાર ડોકટર સામે પગલાં લેવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *