કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે હળવા લક્ષણો પછી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તે પણ ટેસ્ટ કરાવી લે. દેશમાં કોરોનાની બીજી પ્રચંડ લહેરના કારણે રાહુલ ગાંધીએ બે દિવસ પહેલા પશ્ચિમ બંગાળમાં પોતાની બધી ચૂંટણી રેલીઓ સ્થગિત કરી દીધી છે. તેમણે કહ્યું હતું કે કોવિડ સંકટને જોતા મેં પશ્ચિમ બંગાળમાં પોતાની બધી સભાઓ રદ કરવાનો નિર્ણય કર્યો છે. રાજનીતિક દળોએ વિચાર કરવો જોઇએ કે આવા સમયે રેલીઓથી જનતા અને દેશને કેટલો ખતરો છે.