ભાઇની હત્યામાં સાઉથની એક્ટ્રેસ સનાયાની ધરપકડ

9 એપ્રિલે રાકેશની તેના ઘરમાં જ હત્યા કરવામાં આવી હતી. તે દરમિયાન, શનાયા તેની આગામી ફિલ્મના પ્રમોશન માટે હુબલી ગઈ હતી

સાઉથની મનોરંજન ઇન્ડસ્ટ્રીમાંથી કન્ન્ડ અભિનેત્રી શનાયા કાટવેની પોતાના ભાઇની હત્યામાં હુબલી પોલીસે ધરપકડ કરી છે. 9 એપ્રિલે રાકેશની તેના ઘરમાં જ હત્યા કરાઈ હતી શનાયા તેની આગામી ફિલ્મના પ્રમોશન માટે હુબલી ગઈ હતી. પોલીસ પુછપરછમાં આરોપીઓએ ખુલાસો કર્યો કે, તેઓએ પહેલા રાકેશની ગળું દબાવ્યું હતું. ત્યારબાદ નિયાઝ આહમ અને બાકીના લોકોએ મળીને હત્યાના બીજા દિવસે લાશને ટુકડાઓમાં કાપી હતી. ત્યારબાદ શહેરના અનેક વિસ્તારોમાં જઈને ફેંકી દીધા હતા. આ કેસમાં શનાયા કાટવે પોતાના ભાઇ રાકેશ કાટવેની હત્યા કરીને ટુકડાઓને તેને અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. રાકેશનું કપાયેલું માંથું દેવરાગુડીહલનાં જંગલમાંથી મળ્યું હતું, જ્યારે શરીરનાં અન્ય ટુકડાઓ હુબલી અને ગદગ રોડ પરથી મળ્યા હતા. આ હત્યામાં અન્ય ચાર લોકો પણ સામેલ હતા. જેમના નામ તૌસીફ ચન્નાપુર, અમન ગિરાનીવાલે, નિયાઝ અહમદ કટિગાર અને અલ્તાફ મુલ્લાનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *