ડોમેસ્ટીક પેસેન્જરો માટે રાહતના સમાચાર છે. ઘરેલુ ફ્લાઇટ્સના ભાડા માટે લાગુ કરાયેલ એયરફેર કેપિંગ સિસ્ટમ હવે 31 મે 2021 સુધી લાગુ રહેશે. જેના કારણે ઘરેલુ હવાઈ મુસાફરી હવે વધુ મોંધી નહી થાય DGCA એ આ માટે એક આદેશ જાહેર કર્યો છે. આ પહેલા, ભાડાને કેપિંગ કરવાની સિસ્ટમ 31 માર્ચ 2021 સુધી લાગુ કરાઈ હતી, તે પહેલાં તેની અંતિમ તારીખ ઘણી વખત વધારી દેવાઈ હતી. DGCA દ્વારા જાહેર કરાયેલા આદેશમાં જણાવાયું છે કે સ્થાનિક એરલાઇન્સ માટે નિયત ભાડા મર્યાદા 31 મે 2021 સુધી લાગુ રહેશે, જે અગાઉ 31 માર્ચ 2021 સુધી લાગુ હતી, મહત્તમ અને લઘુતમ ભાડા 24 ફેબ્રુઆરી સુધી લંબાવી દેવાઈ હતી. દેશમાં એક વરસથી કોરોનાની અસર યથાવત છે જેેને લઈને એરલાઈન્સને મોટુ નુકસાન પહોચી રહ્યુ છે. કોરોના મહામારીને કારણે ઘરેલું અને વિદેશી એરલાઇન્સ પર પ્રતિબંધ મૂકાયો હતો. ત્યારબાદ બે મહિના પછી મેમાં ફ્લાઇટ્સને સંચાલિત કરવાની મંજૂરી આપી દેવાઈ છે પણ હાલમાં મોટાભાગની એરલાઈન્સ 50 ટકા મુસાફરો પર ચાલી રહી છે. તો કેટલીક એરલાઈન્સમાં પુરતા પ્રવાસીઓ ન મળતા ફલાઈટને રદ કરી દેવાની પણ ફરજ પડી રહી છે.