રશિયા ભારતમાં 85 કરોડ વેક્સિન સ્પુતનિક Vનું ઉત્પાદન કરશે

રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ દ્વારા ભારતીય કંપનીઓ સાથે સ્પુતનિક V રસીના 850 મિલિયન (85 કરોડ) ડોઝનું ઉત્પાદન કરવા માટે કરાર કર્યો છે, જે અંગે બંને નેતાઓએ ટેલિફોનિક સંવાદ દરમિયાન સંતોષ વ્યક્ત કર્યો હતો. ખુદ સ્પુતનિક V બનાવતી કંપની ગેમેલેયા ઈન્સ્ટિટ્યૂટે આ અંગે ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી હતી.રશિયન ઈમર્જન્સી મિનિસ્ટ્રીએ 20 ઓક્સિજન પ્રોડક્શન યુનિટ્સ, 75 લંગ વેન્ટિલેટર્સ, 159 મેડિકલ મોનિટર્સ તથા દવાનાં 2 લાખ પેકેટ્સ સાથે જરૂરી 22 ટન આવશ્યક ઈક્વિપમેન્ટ્સ ભારતને મોકલી આપ્યાં છે. પીએમ મોદીએ પુતિનને ફોન કરીને તેમનો આભાર માન્યો હતો. આ દરમિયાન બંને નેતાઓએ કોરાનાવાયરસ વિરુદ્ધની રસી સ્પુતનિક Vના ભારતમાં રજિસ્ટ્રેશનના નિર્ણયને આવકાર્યો હતો. રાષ્ટ્રપતિ પુતિને ભારતના લોકો અને સરકારની સાથે હોવાની લાગણી વ્યક્ત કરી હતી અને ખાતરી આપી હતી કે રશિયા આ સંબંધમાં શક્ય તમામ સાથસહકાર આપશે. પીએમ મોદીએ રાષ્ટ્રપતિ પુતિનનો આભાર માન્યો હતો તથા જણાવ્યું હતું કે રશિયાનો ત્વરિત ટેકો બંને દેશો વચ્ચેની કાયમી મૈત્રીપૂર્ણ સંબંધોનું પ્રતીક છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *