દિલ્હીના પૃથ્વી શોએ પોતાનું શાનદાર ફોર્મ બતાવતા કોલકતા નાઈટ રાઈડર્સને હરાવી દીધુ છે. KKRએ DCને 155 રનનો ટાર્ગેટ આપ્યો હતો તેના જવાબમાં પૃથ્વીએ પ્રથમ ઓવરમાં શિવમ માવીના 6 બોલમાં 6 ચોક્કા માર્યા હતા. આ ઓવરમાં માવીએ એક વાઈટ બોલ પણ ફેંક્યો અને કુલ 25 રન કર્યા હતા. કોલકતા નાઈટ રાઈડર્સને ફરીથી મેચમાં આવવુ હવે મુશ્કેલ બની રહ્યુ છે. મોટા સ્ટાર ખેલાડીઓ હોવા છતાંય આસાનીથી એક બાદ એક મેચ ગુમાવી રહ્યાં છે બેટીગ સ્તરે અને બોલીગ સ્તરે નબળુ પ્રદર્શન જારી છે. જયારે ચૈન્નાઈ અને દિલ્હી આસાનીથી 2 પ્રમુખ ટીમ પર પહોચી ગઈ છે. બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને હરાવી દીધી છે. રાજસ્થાનની વિરુદ્ધ મુંબઈના કિરોન પોલાર્ડે ફેન્સને ખૂબ જ એન્ટરટેઇન કર્યા. ક્રિસ મોરિસનો એક બાઉન્સર કિરોન પોલાર્ડના હેલ્મેટ પર લાગ્યો હતો બાદમાં બોલ થર્ડ મેન બાઉન્ડરીની બહાર જતો રહ્યો.