રાષ્ટ્રીય જનતા દળના પૂર્વ સાંસદ અને બાહુબલી શહાબુદ્દીન શનિવારે કોરોના સંક્રમણની નિધન થઈ ગયું છે. થોડા સમય પહેલા તિહાર જેલ ના તંત્રએ શહાબુદ્દીનનાં મોતની પુષ્ટિ કરી છે. તિહાર જેલના ડીજીએ કહ્યુ કે, DDU હૉસ્પિટલ પ્રમાણે પૂર્વ સાંસદે સારવાર દરમિયાન આંતિમ શ્વાસ લીધા હતા. તેમણે ગત 20 એપ્રિલના રોજ સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ પહેલા આજે સવારથી પૂર્વ સાંસદના નિધનના સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા હતા. જોકે, જેલ તંત્ર તરફથી કોઈ પુષ્ટિ કરવામાં આવતી ન હતી. જેલ તંત્રએ કહ્યુ હતુ કે, પૂર્વ સાંસદ શહાબુદ્દીનની હાલત ગંભીર છે, તેમની દીનદયાળ ઉપાધ્યાય હૉસ્પિટલમાં આઈસીયૂમાં સારવાર ચાલી રહી છે. જેલ તંત્રએ આ સમાચારોને અફવા ગણાવી હતી. હવે તિહાર જેલના ડીજીએ અધિકારિક રીતે જણાવ્યું છે કે, શહાબુદીનનું નિધન થયું છે તિહાર જેલમાં ઉમર કેદની સજા ભોગવી રહેલા શહાબુદ્દીનને ગત મહિને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. કોરોના વાયરસને પગલે હાલત વધારે ગંભીર થતા તેમને આઈસીયૂમાં ખસેડવામાં આવ્યા હતા. જે બાદથી તેમની હાલત ગંભીર હતી.