મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ ભરૂચ ની કોવીડ હોસ્પિટલ માં સર્જાયેલી આગ ની દુઃખદ ઘટનામાં જાન ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના પ્રગટ કરી તેમના પરિવાર જનોને સંત્વના પાઠવી છે. મુખ્યમંત્રીશ્રી એ આ આગ દુઘર્ટના માં જેમના દુઃખદ મૃત્યુ થયા છે તે પ્રત્યેક મૃતકોના વારસ ને 4 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર તરફથી મુખ્યમંત્રી રાહત નિધિ માંથી આપવાની પણ જાહેરાત કરી છે મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ ભરૂચ કોવિડ હોસ્પિટલની આગ દુર્ઘટનાની તપાસ માટે રાજ્યના બે સિનિયર આઇ એ એસ અધિકારીઓ શ્રમ રોજગાર ના અધિક મુખ્ય સચિવશ્રી વિપુલ મિત્રા અને કમિશનર મ્યુનિસિપાલીટીઝ એડમીનિસ્ત્રેશન રાજકુમાર બેનીવાલ ને ભરૂચ તાત્કાલિક પહોંચવા અને આ ઘટનાની તપાસ કરવા ના આદેશ કર્યા છે. મુખ્યમંત્રીશ્રી એ એમ પણ જણાવ્યું છે કે રાજ્ય સરકાર આ દુર્ઘટના ની ન્યાયિક તપાસ સોંપવાની દિશામાં પણ કાર્યવાહી કરી રહી છે