કોરોનાના રેકોર્ડ કેસો વચ્ચે 62 દિવસ ચાલેલી ચૂંટણી પ્રક્રિયા પછી આજે બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. સૌથી રોમાચંક જંગ પં.બંગાળમાં મમતાની પાર્ટી હાલ સરકાર બનાવવા તરફ છે. હાલમાં 204 બેઠક પર ટીએમસી તો85 બેઠક પર ભાજપા આગળ છે .જયારે કેરળમાં LDF અને આસામમાં ભાજપા જ સરકાર બનાવતી જોવા મળે છે, તમિલનાડુમાં ડીએમકે સત્તા પર આવી રહી છે હાલમાં 140 બેઠક પર ડીએમકે આગળ છે જયારે 90 બેઠક પર એઆઈડીમકે છે. હાલમાં પં.બંગાળની સૌથી હાઈ પ્રોફાઈલ સીટ નંદીગ્રામ પર ભાજપના શુભેન્દુ અધિકારી આગળ ચાલી રહયાહતા પણ હવે મમતા 1500 વોટથી આગળ ચાલી રહ્યાં છે. કેરલમાં એલડીએફ 89 બેઠક પર આગળ છે. પુંડુચેરીમાં ભાજપ સપોર્ટીંગ પાર્ટી 10 બેઠક પર યુપીએ 3 બેઠક પર આગળ છે. આસામમાં બીજેપી 87 બેઠક પર આઘળ તો કોગ્રેસ 38 બેઠક પર આગળ છે.