દેશમાં વધતા જતા કોરોનાના પગલે હવે મોટા ભાગના રાજયમાં લોક ડાઉન શરુ થઈ ગયુ છે. ગોવા, મહારાષ્ટ્ર બાદ હવે ઓડિશામાં કોરોના વાયરસને કાબૂમાં લેવા માટે રાજ્ય સરકાર દ્વારા 14 દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાયુ છે. ઓરિસ્સસા રકારે જાહેરાત કરી છે કે આગામી 5 મેથી રાજ્યમાં લોકડાઉન લાગુ થશે. વીકેન્ડને બાદ કરતા તમામ દિવોસમાં જીવન જરુરી સેવાઓ ઉપલબ્ધ રહેશે. 5 મે સવારે પાંચ વાગ્યાથી 19 મે સુધી આખા રાજ્યમાં લોકડાઉન લાગુ રહેશે. સત્તાવાર આદેશમાં કહેવામાં આવ્યું છે કે લોકોને સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી તેમના ઘરેથી 500 મીટર સુધીના વિસ્તારમા જરુરી ચીજવસ્તુઓ ખરીદવા જવા માટેની અનુમતિ મળશે. . જયારે વીકેન્ડ એટલે કે શનિવાર અને રવિવારે લોકો માચ્રે સ્વાસ્થ્ય સેવાઓ માટે જ ઘરેથી નિકળી શકશે.