કોરોનાના કહેરના કારણે આઈપીએલની કેટલીક મેચ અમદાવાદમાં રમાઈ રહી છે. દર્શકો વગર રમાઈ રહેલી મેચમા પણ કોરોના ત્રાટકયો છે. અમદાવાદના મોટેરામાં સોમવારે યોજાનારી કોલકાતા નાઈટ રાઈડર્સ અને બેંગલુરૂની મેચ રમાવાની હતી જે કોરોના ના કારણે રદ્દ કરી દેવાઈ છે. મેચ પહેલા જ કોલકાતાના 2 ખેલાડીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા નિર્ણય લેવાયો છે. આઈપીએલની 14મી સિઝનની 30મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB)નો સામનો કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે થવાનો હતો. કોરોના સમયમાં ખેલાડીઓને કોરોનાના ના થાય તે માટે અનેક પ્રકારના નિયમો અમલમાં છે. બીસીસીઆઈ દ્રારા પણ ખેલાડીઓની સુરક્ષા માટે ‘બાયો બબલ’ની સિસ્ટમ અમલમાં છે . અત્યાર સુધીમાં 29 મેચ રમાઈ ચુકી છે .અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેની સિઝનની 30મી મેચ શરુ થાય તે પહેલા જ કોરોના પોઝીટીવ આવતા ચિંતાનુ મોજુ ફેલાઈ ગયુ છે સાથોસાથ સોમવારની મેચ હાલ પૂરતી રદ્દ કરી દેવાઈ છે.