ગુજરાતમાં વધુ 12,820 કેસ. કોરોના કુલ કેસનો આંક 6 લાખને પાર

ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાનો ક્રમ સતત ત્રીજા દિવસે જારી રહ્યો છે. જો કે આંશિક ઘટાડો નોધાયો છે. જે કેસ 14 હજારને પાર આવતા હતા તે ઘટીને 12 હજારની આસપાસ આવી ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૨,૮૨૦ નવા કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદમાં ૨૬, રાજકોટમાં ૧૬ સહિત કુલ ૧૪૦ના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંક હવે ૬ લાખને પાર થઇને ૬,૦૭,૪૨૨ પહોચી ગયો છે. મહત્વનુ છે કે આ પૈકી ૧ લાખ કેસ માત્ર છેલ્લા ૭ દિવસમાં નોંધાયા છે. રાજ્યમાં હાલ ૧,૪૭,૪૯૯ એક્ટિવ કેસ છે જ્યારે ૭૪૭ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૧,૯૯૯ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમદાવાદ શહેરમાંથી ૪૬૧૬-ગ્રામ્યમાંથી ૫૫ સાથે ૪,૬૭૧ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ અમદાવાદમાં કુલ કેસનો આંક હવે ૧,૮૦,૬૮૨ છે જ્યારે ૬૮,૪૩૦ એક્ટિવ કેસ છે. સુરત શહેરમાં ૧૩૦૯-ગ્રામ્યમાં ૩૪૭ સાથે ૧૬૫૬, વડોદરા શહેરમાં ૪૯૭-ગ્રામ્યમાં ૪૩૯ સાથે ૯૩૬, રાજકોટ શહેરમાં ૩૯૭-ગ્રામ્યમાં ૧૨૭ સાથે ૫૨૪ નવા કેસ સામે આવ્યા છે. જો કે કેસ ઘટવાની સાથોસાથ હજુ પણ લોકોની મુશ્કેલીઓ ઓછી નથી થઈ. અલગ અલગ અરજી રુપે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો સુનાવણી ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *